તમારી સુરક્ષા

અમે જે કંઈપણ કરીએ છીએ તેમાં તમારી સુરક્ષા પ્રથમ સ્થાને છે.

જો તમારો ડેટા સુરક્ષિત નથી, તો તે ખાનગી નથી. એટલા માટે જ અમે ખાતરી કરીએ છીએ કે શોધ, નકશા અને YouTube જેવી Google સેવાઓ વિશ્વની સૌથી વધુ પ્રગત સુરક્ષા સંરચના પૈકી એક દ્વારા સંરક્ષિત છે.

એન્ક્રિપ્શન તમારા ડેટાને સંક્રમણ દરમિયાન ખાનગી રાખે છે

એન્ક્રિપ્શન અમારી સેવાઓમાં ઉચ્ચ સ્તરની સુરક્ષા અને ગોપનીયતા લાવે છે. જ્યારે તમે ઇમેઇલ મોકલવા, વિડિઓ શેર કરવા, વેબસાઇટની મુલાકાત લેવા અથવા તમારા ફોટા સંગ્રહિત કરવા જેવી વસ્તુઓ કરો છો ત્યારે, તમે જે ડેટાની રચના કરો છો તે તમારા ઉપકરણ, Google સેવાઓ અને અમારા ડેટા કેન્દ્રોની વચ્ચે આવતો જતો રહે છે. અમે આ ડેટાને અગ્રણી એન્ક્રિપ્શન તકનીક જેવી કે HTTPS અને ટ્રાંસ્પોર્ટ લેયર સિક્યુરિટી સહિત સુરક્ષાના બહુવિધ સ્તરોથી સંરક્ષિત કરીએ છીએ.

અમારી મેઘ સંરચના તમારા ડેટાની 24/7 રક્ષા કરે છે

કસ્ટમ-રચિત ડેટા કેન્દ્રોથી લઈને સમુદ્રની નીચેના કેબલ્સ સુધી કે જે ખંડની વચ્ચે ડેટા સ્થાનાંતરિત કરે છે, Google વિશ્વના સૌથી વધુ સુરક્ષિત અને વિશ્વસનીય મેઘ સંરચનામાં એકનું સંચાલન કરે છે. અને તેને તમારા ડેટાના રક્ષણ માટે અને જ્યારે તમને તેની જરૂર હોય ત્યારે તેને ઉપલબ્ધ બનાવવા માટે સતત દેખરેખ રાખવામાં આવે છે. હકીકતમાં, અમે બહુવિધ ડેટા કેન્દ્રો પર ડેટા વિતરિત કરીએ છીએ, જેથી કરીને આગ અથવા હોનારતની સ્થિતિમાં તે સ્થિર અને સલામત સ્થાનો પર આપમેળે અને એકીકૃત રીતે ખસેડી શકાય છે.

ધમકીની શોધ અમારી સેવાઓની સુરક્ષામાં સહાય કરે છે

અમે અમારી સેવાઓ અને તેની અંતર્ગતની સંરચનાને સ્પામ, માલવેર, વાયરસ અને અન્ય પ્રકારના દૂષિત કોડ સહિત જોખમોથી તેના સંરક્ષણ માટે સતત નિરીક્ષણ કરીએ છીએ.

અમે સરકારને તમારા ડેટાની પ્રત્યક્ષ અ‍ૅક્સેસ આપતાં નથી

તમારા ડેટા કે અમારી સેવાઓ કે જે તમારા ડેટા, સમયગાળાનો સંગ્રહ કરે છે, તેને અમે ક્યારેય "છુપી" અ‍ૅક્સેસ આપતાં નથી. એનો અર્થ એમ થાય કે કોઇપણ સરકારી એકમ, યુએસ કે અન્યથાને, અમારા વપરાશકર્તાઓની માહિતીની પ્રત્યક્ષ અ‍ૅક્સેસ નથી. ક્યારેક એવું પણ બને છે કે અમને કાયદાની બજવણી કરતી સંસ્થાઓ તરફથી વપરાશકર્તાના ડેટા આપવા માટેની વિનંતી પ્રાપ્ત થાય છે. અમારી કાનૂની ટીમ આ વિનંતીઓની સમીક્ષા કરે છે અને જ્યારે કોઈ વિનંતી અત્યંત વિસ્તીર્ણ હોય અથવા યોગ્ય પ્રક્રિયાનું પાલન ન કરતી હોય ત્યારે અમે તેને પાછી કરીએ છીએ. અમારી પારદર્શિતા રિપોર્ટમાં આ ડેટા વિનંતીઓ માટે ખુલ્લાં રહેવાના અમે ખૂબ પ્રયાસ કરીએ છીએ.

એન્ક્રિપ્શન ઍફિલ ટાવરના ફોટાની બહાર સુધી વિસ્તરે છે.

Gmail એન્ક્રિપ્શન ઇમેઇલ્સને ખાનગી રાખે છે

પહેલાં દિવસથી, Gmail એન્ક્રિપ્ટ કરેલ કનેક્શન્સનું સમર્થન કરે છે, જે તેને ખરાબ લોકો માટે એ વાંચવુ મુશ્કેલ બનાવે છે કે તમે શું મોકલી રહ્યાં છો. Gmail સંભવિત સુરક્ષા જોખમો વિશે પણ ચેતવણી આપે છે, જેમ કે જ્યારે તમે એક એવી ઇમેઇલ પ્રાપ્ત કરો છો જેને એક એન્ક્રિપ્ટ કરેલ કનેક્શન પર મોકલવામાં આવી નથી.

Gmail ના ઇમેઇલ પરબીડિયા સુરક્ષા સ્કેનર ચેતવણી સંકેતને સેટ કરે છે

Gmail સ્પામ સંરક્ષણ શંકાસ્પદ ઇમેઇલ્સને ફિલ્ટર કરી દે છે

ઇમેઇલની સાથે ઘણા માલવેર અને ફિશિંગ હુમલાઓ પ્રારંભ થાય છે. Gmail સુરક્ષા તમને કોઈપણ અન્ય ઇમેઇલ સેવા કરતાં વધુ બહેતર રીતે સ્પામ, ફિશિંગ અને માલવેરથી સુરક્ષિત કરે છે. Gmail ઉપયોગકર્તાઓ દ્વારા સ્પામ તરીકે અંકિત કરવામાં આવેલ ઇમેઇલ્સની લાક્ષણિકતાઓની ઓળખ કરવા માટે કરોડો સંદેશામાંથી અલગ કરવામાં આવેલ પેટર્નનું વિશ્લેષણ કરે છે, ત્યાર પછી તે માર્કર્સને શંકાસ્પદ અથવા ભયજનક ઇમેઇલ્સને ફરી તે ક્યારેય તમારા સુધી પહોંચે તે પહેલાં અવરોધિત કરે છે. તમને પ્રાપ્ત થતી શંકાસ્પદ ઇમેઇલ્સ માટે "સ્પામની જાણ કરો" ની પસંદગી કરીને તમે અમને સહાય કરી શકો છો.

મશીન શિક્ષણ અને કૃત્રિમ બુદ્ધિઆંક Gmail સ્પામ ફિલ્ટરને વધુ સચોટ બનવામાં સહાય કરે છે. તે હવે 99.9% સ્પામને તમારા ઇનબૉક્સથી દૂર રાખે છે.

Chrome બ્રાઉઝર સુરક્ષા પ્રગતિ સાથે અદ્યતન બને છે

Chrome, તમારા બ્રાઉઝરની સુરક્ષાને આપમેળે અપડેટ કરે છે

સુરક્ષા તકનીકો હંમેશા બદલાતી રહે છે, જેથી સુરક્ષિત રહેવું એટલે અદ્યતન રહેવું. એ કારણસર Chrome એ ખાતરી કરવા માટે કે તમે ઉપયોગમાં લઈ રહ્યાં છો તે બ્રાઉઝર છેલ્લામાં છેલ્લાં સુરક્ષા સુધારાઓથી, માલવેરથી અને ભ્રામક સાઇટ્સ અને વધુથી સંરક્ષિત રહે તેની નિયમિત તપાસ રાખે છે. Chrome આપમેળે અપડેટ થાય છે, જેથી તમે તમારી સુરક્ષા માટે અદ્યતન Chrome સુરક્ષા ટેકનોલોજી ધરાવો છો.

નુકસાનકારક ઍપ્લિકેશન ઉપકરણ પર ઝલક દેખાડી જાય છે

Google Play સંભવિત નુકસાનકારક ઍપ્લિકેશનોને તમારા ફોનથી દૂર રાખે છે

તમારા ઉપકરણનો એક સૌથી મોટી સુરક્ષા સંવેદનશીલતા એ ઍપ્લિકેશનો હોઈ શકે છે જેને તમે તેનાં પર ઇન્સ્ટૉલ કરો છો. અમારી શોધવાની પ્રણાલી સંભવિત નુકસાનકારક ઍપ્લિકેશનોને તેનાં Play સ્ટોરમાં પહોંચવા પૂર્વે જ ચિહ્નિત કરે છે. જો અમને એ ખાતરી ન હોય કે ઍપ્લિકેશન સલામત છે કે નહિં તો, Android સુરક્ષા ટીમ દ્વારા તેની સમીક્ષા કરવામાં આવે છે. કેમકે, અમે અમારી શોધ પ્રણાલીને પરિશુદ્ધ બનાવી છે, અમે એવી ઍપ્લિકેશનોનું પુન: મૂલ્યાંકન કરીએ છીએ જે Google Play પર પહેલાંથી જ મોજૂદ હોય છે અને જે નુકસાનકારક હોય છે તેને દૂર કરીએ છીએ જેથી તે તમારા ઉપકરણ પર ન પહોંચી જાય.

Google દૂષિત અને ગેરમાર્ગે દોરનારી જાહેરાતોને અવરોધિત કરે છે

તમારો ઑનલાઇન અનુભવ એ જાહેરાતોથી ખરાબ બની શકે છે જે માલવેર ધરાવે છે, એવી સામગ્રીને આવરી લે છે જેને તમે જોવાનો પ્રયાસ કરી રહ્યાં છો, ખોટી વસ્તુઓને પ્રોત્સાહિત કરે છે અથવા અન્યથા અમારી જાહેરાતની નીતિઓનું ઉલ્લંઘન કરે છે. અમે આ સમસ્યાને ખૂબ ગંભીરતાથી લઈએ છીએ. દર વર્ષે અમારા જીવંત સમીક્ષકો અને અત્યાધુનિક સૉફ્ટવેરનું સંયોજન લગભગ એક અબજ ખરાબ જાહેરાતોને અવરોધે છે. અમે તમને આક્રમક જાહેરાતોને જાણ કરવા માટેના અને જે પ્રકારની જાહેરાતો તમે જુઓ છો તેના નિયંત્રણ માટેના સાધનો પણ આપીએ છીએ. અને અમે સૌના માટે ઇન્ટરનેટને સુરક્ષિત બનાવવા માટે સક્રિય રીતે અમારા દૃષ્ટિકોણ અને શ્રેષ્ઠ સિદ્ધાંતોને પ્રકાશિત કરીએ છીએ.

ઑનલાઇન સુરક્ષિત રહેવામાં તમારી સહાય માટે ટોચની ટિપ

આ ઝડપી ટિપ વડે તમારા ઑનલાઇન એકાઉન્ટ અને વ્યક્તિગત ડેટાને સુરક્ષિત રાખો.

  • તમારા ઉપકરણોને સુરક્ષિત કરો

  • ફિશિંગના પ્રયાસોથી દૂર રહો

  • ઇન્ટરનેટને સુરક્ષિત રીતે બ્રાઉઝ કરો

Google સુરક્ષા શીલ્ડ અને ચેકલિસ્ટ

સશક્ત પાસવર્ડ બનાવો

તમારા ઑનલાઇન એકાઉન્ટની સુરક્ષા કરવા માટેનું એક સૌથી મહત્ત્વપૂર્ણ પગલું એ એક સશક્ત, સુરક્ષિત પાસવર્ડ બનાવવો છે. તમે ભૂલી ન શકો એવી, પણ અન્ય લોકો માટે અનુમાન લગાવવાનું મુશ્કેલ હોય એવી એક શબ્દ શ્રૃંખલાનો ઉપયોગ કરીને આમ કરી શકો છો. અથવા એક લાંબું વાક્ય લો અને દરેક શબ્દના પ્રથમ અક્ષરો વડે એક પાસવર્ડ બનાવો. તેને વધુ સશક્ત બનાવવા માટે, તેને ઓછામાં ઓછા 8 અક્ષર લાંબો બનાવો, કારણ કે તમારો પાસવર્ડ જેટલો લાંબો હશે, એટલો વધુ સશક્ત રહેશે.

જો સુરક્ષા પ્રશ્નોનાં જવાબો બનાવવાનું કહેવામાં આવે, તો ખોટા જવાબોનો ઉપયોગ કરીને તેનું અનુમાન લગાવવાનું વધુ મુશ્કેલ બનાવવાનો વિચાર કરી શકો છો.

ક્યારેય બે વાર એ જ પાસવર્ડનો ઉપયોગ કરશો નહીં

દરેક એકાઉન્ટ માટે વિશેષ પાસવર્ડનો ઉપયોગ કરો

તમારા Google એકાઉન્ટ, સામાજિક મીડિયા પ્રોફાઇલ અને કોઈ છૂટક વેપારીની વેબસાઇટ જેવા બહુવિધ એકાઉન્ટમાં લૉગ ઇન કરવા માટે સમાન પાસવર્ડનો ઉપયોગ કરવાથી તમારું સુરક્ષા જોખમ વધે છે. તે તમારા ઘર, કાર અને ઑફિસને લૉક કરવા માટે એક જ ચાવીનો ઉપયોગ કરવા જેવું છે - જો કોઈ વ્યક્તિને એકનો ઍક્સેસ મળે છે, તો તેનાથી બધા લૉક ખોલી શકે છે.

બહુવિધ પાસવર્ડનો ટ્રૅક રાખો

Chrome બ્રાઉઝરમાં Google Smart Lock જેવા પાસવર્ડ મેનેજર, તમારા અલગ અલગ ઑનલાઇન એકાઉન્ટની સુરક્ષા કરવા અને બધા પાસવર્ડનો ટ્રૅક રાખવામાં તમારી સહાય કરે છે. તે સુરક્ષા પ્રશ્નોનાં તમારા જવાબોનો પણ ટ્રૅક રાખી શકે છે અને તમારા માટે રેન્ડમ પાસવર્ડ બનાવી શકે છે.

2-પગલાંમાં ચકાસણી વડે હૅકર સામે રક્ષણ મેળવો

2-પગલાંમાં ચકાસણી તમારા માટે તમારા એકાઉન્ટમાં લૉગ ઇન કરવા માટેના તમારા વપરાશકર્તાનામ અને પાસવર્ડથી વધુ એક સેકન્ડરી પરિબળનો ઉપયોગ કરવાનું આવશ્યક બનાવીને તમે જેને તમારા એકાઉન્ટનો ઍક્સેસ આપવા ન માગતા હો તે કોઈપણ વ્યક્તિને દૂર રાખવામાં સહાય કરે છે. Google સાથે, ઉદાહરણ તરીકે, આ Google પ્રમાણકર્તા ઍપ દ્વારા બનાવાયેલ છ-અંકનો કોડ હોઈ શકે છે અથવા કોઈ વિશ્વાસુ ઉપકરણથી લૉગિન સ્વીકારવા માટે તમારી Google ઍપમાં એક સંકેત હોઈ શકે છે.

ફિશિંગ સામે વધુ રક્ષણ માટે, તમે ભૌતિક સુરક્ષા કીનો ઉપયોગ કરી શકો છો કે જે તમારા કમ્પ્યુટરનાં USB પોર્ટમાં સામેલ થાય છે અથવા NFC (નિઅર ફીલ્ડ કમ્યુનિકેશન) અથવા બ્લૂટૂથનો ઉપયોગ કરીને તમારા મોબાઇલ ઉપકરણ સાથે કનેક્ટ થાય છે.

તમારા સૉફ્ટવેરને અપ-ટુ-ડેટ રાખો

સુરક્ષા જોખમો સામે તમારું રક્ષણ કરવા માટે, તમારા વેબ બ્રાઉઝર, ઑપરેટિંગ સિસ્ટમ, પ્લગ-ઇન અથવા દસ્તાવેજ સંપાદકોમાં હંમેશાં અપ-ટુ-ડેટ સૉફ્ટવેરનો ઉપયોગ કરો. જ્યારે તમને તમારા સૉફ્ટવેરને અપડેટ કરવા માટે નોટિફિકેશન પ્રાપ્ત થાય, ત્યારે શક્ય એટલી જલ્દી તેને અપડેટ કરો.

તમે હંમેશાં ઉપલબ્ધ નવીનતમ વર્ઝન ચલાવતા હોય છે, તેની ખાતરી કરવા માટે તમે નિયમિત ઉપયોગ કરતા હોય તે સૉફ્ટવેરનું રિવ્યૂ કરો. Chrome બ્રાઉઝર સહિતની અમુક સેવાઓ આપમેળે અપડેટ થશે.

સ્ક્રીન લૉકનો ઉપયોગ કરો

જ્યારે તમે તમારા કમ્પ્યુટર, લૅપટૉપ, ટૅબ્લેટ અથવા ફોનનો ઉપયોગ ન કરતા હો, ત્યારે અન્ય લોકોને તમારા ઉપકરણમાં ન પ્રવેશવા દેવા માટે તમારી સ્ક્રીનને લૉક કરી રાખો. વધારાની સુરક્ષા માટે, જ્યારે તમારું ઉપકરણ નિષ્ક્રિય હોય ત્યારે તેને આપમેળે લૉક થવા માટે સેટ કરો.

જો તમે તેને ગુમાવો છો તો તમારા ફોનને લૉક કરો

જો તમારો ફોન ક્યારેય ખોવાઈ અથવા ચોરાઈ જાય, તો મારું એકાઉન્ટની મુલાકાત લો અને થોડા ઝડપી પગલાંમાં તમારા ડેટાને સુરક્ષિત કરવા માટે "તમારો ફોન શોધો" પસંદ કરો. ભલે તમારી પાસે Android અથવા iOS ઉપકરણ હોય, તમે તમારા ફોનને રિમોટલી શોધી અને લૉક કરી શકો છો જેથી કોઈ અન્ય તમારા ફોનનો ઉપયોગ કરી અને તમારી વ્યક્તિગત માહિતીને ઍક્સેસ ન કરી શકે.

બ્રાઉઝર Chrome માં પાસવર્ડને સુરક્ષિત દર્શાવે છે

તમારા ફોનને સંભવિત રૂપે નુકસાનકારક ઍપથી સુરક્ષિત રાખો

તમારી મોબાઇલ ઍપને હંમેશાં તમે વિશ્વાસ કરતા હોય તેવા સ્રોતમાંથી ડાઉનલોડ કરો. તમે ઍપને ડાઉનલોડ કરી શકો તે પહેલા, Android ઉપકરણોને સુરક્ષિત રાખવામાં સહાય માટે, Google Play Protect એ Google Play સ્ટોરની ઍપ પર સુરક્ષા તપાસ ચલાવે છે અને તમારા ઉપકરણને અન્ય સ્રોતોની સંભવિત રૂપે નુકસાનકારક ઍપ માટે સમયાંતરે તપાસે છે.

તમારા ડેટાને સુરક્ષિત રાખવા માટે:

  • તમારી ઍપનું રિવ્યૂ કરો અને તમે ઉપયોગ ન કરતા હોય તેવી ઍપને ડિલીટ કરો
  • તમારી ઍપ સ્ટોર સેટિંગની મુલાકાત લો અને આપોઆપ-અપડેટ ચાલુ કરો
  • માત્ર તમે વિશ્વાસ કરતા હોય તેવી ઍપને જ તમારા સ્થાન અને ફોટા જેવા સંવેદનશીલ ડેટાનો ઍક્સેસ આપો.

ઇમેઇલ સ્કૅમ, નકલી ઇનામો અને ભેટથી સાવચેત રહો

અજાણ્યા લોકોનાં સંદેશા હંમેશાં શંકાસ્પદ હોય છે, ખાસ કરીને તે સાચા દેખાવા માટે ખૂબ સારા લાગતા હોય છે — જેમ કે તમે કંઈક જીતી લીધું છે તેવી ઘોષણા કરતા, સર્વેક્ષણ પૂર્ણ કરવા બદલ ઇનામો ઑફર કરતા અથવા નાણા કમાવવાની ઝડપી રીતોનો પ્રચાર કરતા હોય. શંકાસ્પદ લિંક પર ક્યારેય ક્લિક કરશો નહીં અને શંકાસ્પદ ફોર્મ અને સર્વેક્ષણોમાં ક્યારેય પણ વ્યક્તિગત માહિતી દાખલ કરશો નહીં.

વ્યક્તિગત માહિતી માટેની વિનંતીઓથી સાવચેત રહો

શંકાસ્પદ ઇમેઇલ, ઝટપટ સંદેશા અથવા પૉપ-અપ વિંડોનો જવાબ આપશો નહીં કે જે પાસવર્ડ, બેંક એકાઉન્ટ અને ક્રેડિટ કાર્ડ નંબર અથવા તો તમારા જન્મદિવસ જેવી વ્યક્તિગત માહિતી પૂછતી હોય. તમે જેના પર વિશ્વાસ કરતા તેવી સાઇટ, જેમ કે તમારી બેંક તરફથી સંદેશા આવે તો પણ, તે લિંક પર ક્યારેય ક્લિક કરશો નહીં અથવા કોઈ જવાબ સંદેશ મોકલશો નહીં. તમારા એકાઉન્ટમાં લૉગ ઇન કરવા માટે સીધી તેમની જ વેબસાઇટ અથવા ઍપ પર જવું યોગ્ય છે.

યાદ રાખો, કાયદેસરની સાઇટ અને સેવાઓ ઇમેઇલ દ્વારા પાસવર્ડ અથવા નાણાકીય માહિતી મોકલવાની વિનંતી કરતા સંદેશા ક્યારેય મોકલશે નહીં.

ઢોંગ કરનારાઓથી સાવધાન રહો

જો તમે જાણતા હો તેવી વ્યક્તિ તરફથી ઇમેઇલ આવે, પણ તે સંદેશ વિચિત્ર લાગે છે, તો તેમનું એકાઉન્ટ હૅક કરવામાં આવ્યું હોઈ શકે છે.

આ માટે સાવચેત રહો:

  • નાણા માટેની તાત્કાલિક વિનંતીઓ
  • બીજા દેશમાં ફસાયેલા હોવાનો દાવો કરનાર વ્યક્તિ
  • પોતાનો ફોન ચોરાઈ ગયો છે અને કૉલ કરી શકતી નથી એવું કહેતી વ્યક્તિ

જ્યાં સુધી તમે ખાતરી ન કરી શકો કે ઇમેઇલ કાયદેસર છે ત્યાં સુધી સંદેશનો જવાબ આપશો નહીં અથવા કોઈપણ લિંક પર ક્લિક કરશો નહીં.

ફાઇલોને ડાઉનલોડ કરતા પહેલાં બે વાર તપાસો

કેટલાક આધુનિક ફિશિંગ હુમલા વાયરસવાળા દસ્તાવેજો અને PDF જોડાણ દ્વારા થઈ શકે છે. જો તમને શંકાસ્પદ જોડાણ મળે, તો તેને સુરક્ષિત રીતે ખોલવા અને તમારા ઉપકરણને વાયરસથી પ્રભાવિત થવાનું જોખમ ઘટાડવા માટે Chrome અથવા Google ડ્રાઇવનો ઉપયોગ કરો. જો અમને વાયરસ મળશે, તો અમે તમને એક ચેતવણી આપીશું.

સુરક્ષિત નેટવર્કનો ઉપયોગ કરો

સાર્વજનિક અથવા મફત વાઇ-ફાઇનો ઉપયોગ કરવા અંગે સાવચેત રહેવું. પછી ભલે તે પાસવર્ડની આવશ્યકતાવાળા હોય. જ્યારે તમે કોઈ સાર્વજનિક નેટવર્ક સાથે કનેક્ટ થાઓ, ત્યારે કોઈ પણ વ્યક્તિ તમારી ઇન્ટરનેટ પ્રવૃત્તિ, જેમ કે તમે મુલાકાત લો છો તે વેબસાઇટ અને સાઇટમાં તમે લખો તે માહિતીને મોનિટર કરી શકે છે. જો સાર્વજનિક અથવા ફ્રી વાઇ-ફાઇ એકમાત્ર વિકલ્પ છે, તો સાઇટ સુરક્ષિત છે કેમ તે Chrome બ્રાઉઝર તમને ઍડ્રેસ બારમાં જણાવશે.

સંવેદનશીલ માહિતી દાખલ કરતા પહેલા સુરક્ષિત કનેક્શન શોધો

જ્યારે તમે વેબ બ્રાઉઝ કરી રહ્યાં હો – અને ખાસ કરીને જો તમે પાસવર્ડ અથવા ક્રેડિટ કાર્ડની વિગતો જેવી સંવેદનશીલ માહિતી દાખલ કરવાનું વિચારતા હો – ખાતરી કરો કે તમે મુલાકાત લો છો તે સાઇટનું કનેક્શન સુરક્ષિત છે. સુરક્ષિત URL, HTTPS થી શરૂ થશે. Chrome બ્રાઉઝર URL ફીલ્ડમાં લીલા રંગનો, પૂર્ણ-લૉક થયેલ આઇકન બતાવશે અને કહેશે, "સુરક્ષિત." જો તે સલામત નહીં હોય, તો તે "સુરક્ષિત નથી" વાંચશે. HTTPS એ તમારા બ્રાઉઝર અથવા ઍપને તમે મુલાકાત લો છો તે વેબસાઇટથી સુરક્ષિત રીતે કનેક્ટ કરીને તમારા બ્રાઉઝિંગને સુરક્ષિત રાખવામાં સહાય કરે છે.