તમારો ડેટા

અમે તમને એ સમજાવવા માંગીએ છીએ કે અમે કયો ડેટા એકત્રિત કરીએ છીએ અને ઉપયોગમાં લઈએ છીએ.

જ્યારે તમે Google સેવાઓનો ઉપયોગ કરો છો, ત્યારે તમે તમારા ડેટા માહિતી સાથે અમારો વિશ્વાસ કરો છો. એ અમારી જવાબદારી છે કે અમે શું એકત્રિત કરીએ છીએ અને અમારી સેવાઓને તમારા માટે વધુ સારી રીતે બનાવવા માટે અમે તેનો કેવી રીતે ઉપયોગ કરીએ છીએ તેનાં વિશે સ્પષ્ટ રહીએ.

અમે એકત્રિત કરીએ છીએ તેવા ડેટાના ત્રણ મુખ્ય પ્રકારો અહીં આપવામાં આવ્યાં છે:

તમે કરો છો તે વસ્તુઓ

જ્યારે તમે અમારી સેવાઓનો ઉપયોગ કરો છો - ઉદાહરણ તરીકે, Google પર શોધ કરો છો, Google નકશા પર દિશા નિર્દેશ મેળવો છો અથવા YouTube પર વિડિઓ જુઓ છો - અમે આ સેવાઓ તમારા માટે કાર્ય કરે તે માટે ડેટા એકત્રિત કરીએ છીએ. આમાં સમાવેશ થઇ શકે છે:

 • તમે જેના માટે શોધ કરો છો તે વસ્તુઓ
 • તમે મુલાકાત લો છો તે વેબસાઇટ્સ
 • તમે જુઓ છો તે વિડિઓઝ
 • તમે જેના પર ક્લિક કે ટૅપ કરો છો તે જાહેરાતો
 • તમારું સ્થાન
 • ઉપકરણ માહિતી
 • IP સરનામું અને કુકી ડેટા

તમે બનાવો છો તે વસ્તુઓ

જો તમે તમારા Google એકાઉન્ટ સાથે સાઇન કર્યું છે, તો અમારી સેવાઓનો ઉપયોગ કરીને તમે જેની રચના કરો છો તેનો અમે સંગ્રહ અને સંરક્ષણ કરીએ છીએ. આમાં સમાવેશ થઇ શકે છે:

 • Gmail પર તમે મોકલો છો અને મેળવો છો તે ઇમેઇલ્સ
 • તમે ઉમેરો છો તે સંપર્કો
 • કૅલેન્ડર ઇવેન્ટ્સ
 • તમે અપલોડ કરો છો તે ફોટા અને વિડિઓઝ
 • ડ્રાઇવ પર દસ્તાવેજ, શીટ્સ અને સ્લાઇડ્સ

તમને "તમે" બનાવતી વસ્તુઓ

જ્યારે તમે Google એકાઉન્ટ માટે સાઇન અપ કરો છો, ત્યારે તમે અમને આપો છો તે મૂળભૂત માહિતીને અમે રાખીએ છીએ. આમાં સમાવેશ થઇ શકે છે તમારું:

 • નામ
 • ઇમેઇલ સરનામું અને પાસવર્ડ
 • જન્મદિવસ
 • લિંગ
 • ફોન નંબર
 • દેશ
સ્માર્ટફોન પર Google નકશા

Google નકશા તમને કેવી રીતે જગ્યાઓને શોધવામાં સહાય કરે છે

જ્યારે તમે Google નકશા ઍપ્લિકેશનનો ઉપયોગ કરો છો, તમારો ફોન તમારા સ્થાન વિશે Google ને અનામ ડેટા પરત મોકલે છે. ટ્રાફિક પેટર્ન્સની ઓળખ માટે આને તમારી આસપાસના લોકો પાસેથી ડેટાની સાથે જોડી દેવામાં આવે છે. દાખલા તરીકે, નકશા એ શોધી શકે છે જ્યારે ઘણાં બધા વાહનો સમાન શેરીમાં ધીમે ધીમે પસાર થઈ રહ્યાંં હોય છે અને તમને જણાવે છે કે ત્યાં ભારે ટ્રાફિક છે. તેથી હવે પછીના સમયમાં નકશા તમને અકસ્માત વિશે ચેતવે અને વધુ ઝડપી માર્ગ માટે તમને માર્ગદર્શન આપે, તમે તમારા સાથી વાહનચાલકો પાસેથી એ ડેટા ધરાવો છો જેમાં શોર્ટકટ માટે તમે આભારી થઈ શકો છો.

સ્વતઃપૂર્ણ સાથે Google શોધ બાર

Google કેવી રીતે તમારી શોધોને સ્વતઃપૂર્ણ કરે છે

તમે જાણો છો કે જ્યારે તમે કંઇક માટે શોધી રહ્યાં હોવ અને તમે જોડણીની ભૂલ કરો — અને તેમ છતાં કોઈપણ રીતે તમે શું કહેવા માંગો છો તે Google જાણે છે? અમારું જોડણી સુધાર મૉડેલ એ લોકો પાસેથી ડેટાનો ઉપયોગ કરે છે જેઓએ તમારી માટે સુધારો કર્યા પહેલાં સમાન ભૂલ કરી હોય છે. એટલે કે આ એ રીત છે જ્યાં તમે “Barsalona,” ટાઇપ કરો છો ત્યારે અમને ખબર છે કે તમે મોટે ભાગે “Barcelona” કહેવા માંગો છો.

તમારો શોધ ઇતિહાસ Googleને તમારી શોધોને સ્વતઃપૂર્ણ કરવામાં પણ સહાય કરી શકે છે. જો તમે આ પહેલાં “Barcelona flights” માટે શોધ કરી હોય, તો તમે તે ટાઇપ કરવાનું સમાપ્ત કરો તે પહેલાં અમે શોધ બોક્સમાં સૂચવી શકીએ છીએ. અથવા જો તમે ફૂટબોલ ક્લબના ચાહક છો અને ઘણી વાર “Barcelona scores” શોધ કરો છો, અમે તે તરત જ સૂચવી શકીએ છીએ.

સ્વતઃભરણ સાથે પૂર્ણ કરવામાં આવેલ પત્રક સાથેનું Chrome ટૅબ

Chrome તમારા માટે ફોર્મને કેવી રીતે પૂર્ણ કરે છે

દર વખતે તમે ખરીદી છો કે ઑનલાઇન એકાઉન્ટ માટે સાઇન અપ કરો છો, ત્યારે તમારી વ્યક્તિગત માહિતી સાથે પત્રકો ભરવામાં તમે સમય વ્યતિત કરો છો. જ્યારે તમે Chrome નો ઉપયોગ કરો છો ત્યારે, અમે તમારા નામ, સરનામા, ફોન નંબર, ઇમેઇલ સરનામા અને ચુકવણીની માહિતી જેવી બાબતોને સંગ્રહ કરી શકીએ છીએ, જેથી તમારા માટે આ પત્રકોને અમે સ્વતઃપૂર્ણ કરી શકીએ. તમે હંમેશા સ્વતઃભરણ ફીલ્ડ્સને સંપાદિત કરી શકો છો અથવા સંપૂર્ણ રીતે આ સેટિંગને અક્ષમ કરી શકો છો.

Google શોધ બાર સાથે પ્રોફાઇલ ફોટો અને ખાનગી પરિણામોનું બટન

Google શોધ કેવી રીતે તમારી પોતાની માહિતી શોધવામાં સહાય કરે છે

Gmail, Google Photos, કૅલેન્ડર અને વધુમાંથી Google શોધ ઉપયોગી માહિતી લઈ શકે છે, અને તેને તમારા ખાનગી શોધ પરિણામોમાં બતાવી શકે છે જેથી તમારે જાતે કોઇ મહેનત ન કરવી પડે. "મારા તબીબની એપૉઇન્ટમેન્ટ" "મને સમુદ્રતટ પરના મારા ફોટા દેખાડો", અથવા "મારૂં હોટેલનું રિઝર્વેશન ક્યાં છે" કેવી વસ્તુઓ માટે શોધ ચલાવો. જેટલાં લાંંબા સમય સુધી તમે સાઇન ઇન રહેશો, અમે આ માહિતીને અન્ય Google સેવાઓમાંંથી ખેંચી લઈશું અને તમારા સુધી માત્ર એક પગલાંમાં લઈ આવીશું.

વપરાશકર્તા અને Google સહાયક વચ્ચે ચેટ બબલ્સ

તમારું Google સહાયક કાર્યો પૂર્ણ કરવામાં તમારી કેવી રીતે સહાય કરી શકે

તમે ઘરે હોવ કે સફરમાં, તમારું સહાયક સહાય કરવા માટે હંમેશા તૈયાર છે. જ્યારે તમે તમારા સહાયકને કોઇ પ્રશ્ન પૂછો અથવા શું કરવું તે કહો, ત્યારે તમને જે જરૂર છે તે મેળવવા અન્ય Google સેવાઓમાંથી ડેટાનો ઉપયોગ કરે છે. ઉદાહરણ તરીકે, જો તમે પૂછો કે "નજીકમાં કયા કૉફી શૉપ્સ છે? અથવા “શું મારે આવતી કાલે છત્રીની જરૂર પડશે?” તમારું સહાયક તમને સૌથી વધુ સુસંગત જવાબ આપવા નકશા અને શોધ તેમજ તમારા સ્થાન, રૂચિ અને પસંદગીઓમાંથી માહિતીનો ઉપયોગ કરે છે. તમારા સહાયક સાથે ક્રિયાપ્રતિક્રિયામાંથી એકત્રિત કરવામાં આવેલ ડેટા જોવા અથવા કાઢી નાખવા માટે તમે હંમેશા મારી પ્રવૃત્તિ સાધનનો ઉપયોગ કરી શકો છો.

તમારા Google અનુભવનું નિયંત્રણ કરો

અહીં તમારી ગોપનીયતાને સંચાલિત કરવા માટે કોઇપણ સમયે ઉપયોગમાં લઈ શકો તેવાં કેટલાંક સાધનો આપવામાં આવ્યાં છે.

મારું એકાઉન્ટ દર્શાવતું બ્રાઉઝર

મારું એકાઉન્ટ પર તમારી ગોપનીયતા સેટિંગ્સને નિયંત્રિત કરો

તમે Google એકાઉન્ટ ધરાવતા હો કે નહિં, તમે નક્કી કરો કે કયા પ્રકારના ડેટા Google સેવાઓને તમારા માટે વધુ સારી બનાવી શકે છે. મારૂં એકાઉન્ટ તમને એવાં સાધનોની ઝડપી અ‍ૅક્સેસ છે જે તમને તમારી વ્યક્તિગત માહિતીને સંચાલિત કરવામાં અને તમારી ગોપનીયતાનું સંંરક્ષણ કરવામાં સહાય કરે છે.

Chrome વિંડોમાં અગાઉની શોધો

મારી પ્રવૃત્તિ પર તમારા એકાઉન્ટમાં કયો ડેટા છે તે જુઓ

મારી પ્રવૃત્તિ એ એક કેન્દ્રિય સ્થાન છે જ્યાં અમારી સેવાઓના ઉપયોગ વડે તમે શોધેલી, જોયેલી અને માણેલી બધી જ વસ્તુઓ મેળવી શકો છો. તમારી પહેલાંની ઑનલાઇન પ્રવૃત્તિને યાદ કરવાનું સરળ બનાવવા માટે, અમે તમને વિષય, તારીખ અને ઉત્પાદન દ્વારા શોધ ચલાવવા માટે સાધનો આપીએ છીએ. તમે જેને તમારા એકાઉન્ટ સાથે સાંકળવા ન માંગતા હો તેવી ચોક્ક્સ પ્રવૃત્તિઓ અથવા સમગ્ર વિષયોને પણ કાયમીપણે કાઢી શકો છો.

Chrome નું છુપું આઇકન

છુપા મોડમાં ખાનગીમાં વેબ બ્રાઉઝ કરો

તમારો વેબ ઇતિહાસ તમને વધુ ઉપયોગી પરિણામો શોધવામાં સહાય કરી શકે છે, પરંતુ એવો પણ સમય હોય છે કે જ્યારે તમે ખાનગીમાં બ્રાઉઝ કરવા માંગો છો. જો તમે તમારા પ્રિય પાત્ર સાથે કમ્પ્યુટર શેર કરી રહ્યાં હો તો, દાખલા તરીકે, કદાચ તમે જેના માટે શોધ ચલાવી રહ્યાં છો તે તમારી સરપ્રાઇઝ બર્થડે ભેટને તમારો બ્રાઉઝિંગ ઇતિહાસ ખરાબ કરે તેવું તમે ઇચ્છતા ન હોવ. આના જેવી પળો માટે, તમારા બ્રાઉઝિંગ ઇતિહાસને સાચવવાથી Google Chrome ને અટકાવવા માટે તમારા કમ્પ્યુટર અથવા મોબાઇલ ઉપકરણ પર છુપી વિંડો ખોલો.