નિયંત્રણમાં લો

તમારી ગોપનીયતાને સંચાલિત કરવાના નિયંત્રણો તમે ધરાવો છો.

અમે અમારી સેવાઓને શક્ય તેટલી ઉપયોગી બનાવવા માટે અમારા ડેટાનો ઉપયોગ કરીએ છીએ, પરંતુ તમે નિર્ણય કરો કે અમે ક્યા પ્રકારના ડેટાને એકત્રિત કરીએ અને તેનો ઉપયોગ કરીએ. અમે મારું એકાઉન્ટની રચના તમને ઉપયોગમાં સરળ સાધનોની ઝડપી અ‍ૅક્સેસ આપવા માટે કરી છે જે તમારી ગોપનીયતા અને સુરક્ષાને સંચાલિત કરવામાં તમને સહાય કરે છે. નીચેની સેટિંગ્સની સમીક્ષા કરીને તમારો ડેટા કેવી રીતે Google સેવાઓને તમારા માટે બહેતર કાર્ય કરે તેવો બનાવી શકે તે તમે નક્કી કરો છો.

મારું એકાઉન્ટ પર જાઓ

ગોપનીયતા તપાસ સાથે તમારી ગોપનીયતા સેટિંગ્સ સંચાલિત કરવી

માત્ર થોડી જ મિનિટોમાં, તમે Google ભેગો કરે છે તે ડેટાના પ્રકારને સંચાલિત કરી શકો છો, તમે મિત્રો સાથે શેર કરો છો અથવા સાર્વજનિક કરો છો તે માહિતીને અપડેટ કરી અને તે જાહેરાતોના પ્રકારોને સમાયોજિત કરી શકો છો જે તમે ઇચ્છો છો કે Google તમને બતાવે. તમે ઇચ્છો તેટલીવાર આ સેટિંગ્સને બદલી શકો છો.

ગોપનીયતા તપાસ લો

સુરક્ષા તપાસ સાથે તમારા એકાઉન્ટને સુરક્ષિત બનાવવું

તમે તમારા Google એકાઉન્ટને સુરક્ષિત કરવા માટે કરી શકો છો તે પ્રથમ વસ્તુ છે સુરક્ષા તપાસ કરવી. અમે તેનું નિર્માણ એ ચકાસવામાં તમારી સહાય માટે કરી છે કે તમારી પુનઃપ્રાપ્તિ માહિતી અપ ટૂ ડેટ છે તે અને એ કે તમારા એકાઉન્ટથી કનેક્ટ થયેલ વેબસાઇટ્સ, અ‍ૅપ્લિકેશનો અને ઉપકરણો તે છે જેને તમે હજી પણ વાપરો છો અને વિશ્વાસ કરો છો. જો કંઈપણ શંકાસ્પદ જણાય, તો તમે તરત જ તમારી સેટિંગ્સ અથવા પાસવર્ડ બદલી શકો છો. સુરક્ષા તપાસ માત્ર થોડો જ સમય લે છે અને તમે તેને જેટલી વખત ઇચ્છો તેટલી વખત કરી શકો છો.

સુરક્ષા તપાસ કરો

નક્કી કરો કે તમારા એકાઉન્ટ સાથે કયો ડેટા સંકળવામાં આવે

નકશામાં બહેતર સફર વિકલ્પોથી લઈને શોધમાં ઝડપી પરિણામો સુધી, તમારા એકાઉન્ટ સાથે અમે સાચવીએ છીએ તે ડેટા, Google સેવાઓને તમારા માટે વધુ ઉપયોગી બનાવે છે. પ્રવૃત્તિ નિયંત્રણોનો ઉપયોગ કરીને, તમે એ નક્કી કરી શકો છો કે તમારા એકાઉન્ટની સાથે શું સંકળાઈ રહ્યું છે અને ચોક્ક્સ પ્રકારના ડેટાના સંગ્રહને થોભાવી શકો છો — જેમ કે તમારી શોધ અને બ્રાઉઝિંગ પ્રવૃત્તિ, તમે જાઓ છો તે સ્થાનો અને તમારા ઉપકરણ પરની માહિતી.

પ્રવૃત્તિ નિયંત્રણો પર જાઓ

તમારી પસંદગીના આધારે જાહેરાતોને નિયંત્રિત કરવી

તમારી જાહેરાતોની સેટિંગ્સમાં, કયા વિષયોમાં તમારી રુચિ છે તેનાં આધારે તમે જાહેરાતોનું નિયંત્રણ કરી શકો છો. દાખલા તરીકે, જો તમે જાહેરાતોની વૈયક્તિકરણ સેટિંગ્સનો ઉપયોગ Google ને એ જણાવવા માટે કરો છો કે તમે પૉપ સંગીત પસંદ કરો છો તો, જ્યારે તમે YouTube પર સાઇન ઇન કરેલ હોય ત્યારે તમને કદાચ આગામી રીલિઝેસ અને તમારી નજીકના શોઝ માટેની જાહેરાતો દેખાશે.

જ્યારે તમે સાઇન ઇન હોવ તે વખતે જો તમે જાહેરાતોના વૈયક્તિકરણને બંધ કરો છો તો, સમગ્ર Google સેવાઓ તેમજ અમારી સાથે ભાગીદાર કરેલ હોય એ વેબસાઇટ્સ અને ઍપ્લિકેશનો પર અમે તમારી રુચિઓથી સંબંધિત જાહેરાતોને બતાવવાનું બંધ કરી દઈશું. જો તમે સાઇન આઉટ થઓ છો, તો જાહેરાતોના વૈયક્તિકરણને બંધ કરવું માત્ર એ Google સેવાઓને પ્રભાવિત કરશે જ્યાં જાહેરાતો બતાવવામાં આવે છે.

જાહેરાત સેટિંગ્સ પર જાઓ

મારી પ્રવૃત્તિ પર તમારા એકાઉન્ટમાં કયો ડેટા છે તે જુઓ

મારી પ્રવૃત્તિઓ એ એક કેન્દ્ર સ્થાન છે કે જ્યાં અમારી સેવાઓનો ઉપયોગ કરીને તમે શોધેલી, જોયેલી અને માણેલી વસ્તુઓને મેળવી શકશો. તમારી પહેલાંની ઑનલાઇન પ્રવૃત્તિને યાદ કરવાનું સરળ બનાવવા માટે, અમે આપને વિષય, તારીખ અને ઉત્પાદન દ્વારા શોધ ચલાવવા માટે સાધનો આપીએ છીએ. તમે જેને તમારા એકાઉન્ટ સાથે સાંકળવા ન માંગતા હો તેવી ચોક્ક્સ પ્રવૃત્તિઓ અથવા સમગ્ર વિષયોને પણ કાયમીપણે કાઢી શકો છો.

મારી પ્રવૃત્તિ પર જાઓ

તમારા એકાઉન્ટની મૂળભૂત માહિતીની સમીક્ષા કરવી

Google સેવાઓ પર તમે જે શેર કરો છો તેવી વ્યક્તિગત માહિતીને નિયંત્રિત કરો — જેમ કે તમારું નામ, ઇમેઇલ સરનામું અને ફોન નંબર.

તમારી વ્યક્તિગત માહિતીની સમીક્ષા કરો

તમારો ડેટા ડાઉનલોડ કરોની સાથે તમારી સામગ્રીને ગમે ત્યાં લઈ જવી

તમારા ફોટા. તમારી ઇમેઇલ્સ. તમારા સંપર્કો. તમારા બુકમાર્ક્સ પણ. તમે તમારા Google એકાઉન્ટમાં સંગ્રહિત કરેલી સામગ્રીનું નિયંત્રણ કરો છો. એટલે જ અમે તમારો ડેટા ડાઉનલોડ કરોનું નિર્માણ કર્યું છે — જેથી કરીને તમે તેને કૉપિ કરી, તેનો બૅક અપ લઈ અથવા તેને બીજી સેવામાં ખસેડી પણ શકો છો.

તમારો ડેટા ડાઉનલોડ કરો પર જાઓ