વધુ સુરક્ષિત ઇન્ટરનેટ

અમે દરેક જણ માટે ઇન્ટરનેટને વધુ સુરક્ષિત બનાવવામાં સહાય કરીએ છીએ.

અમે સુરક્ષા તકનીકીનો વિકાસ કરવાનો એક લાંબો ઇતિહાસ ધરાવીએ છીએ જે માત્ર અમારા વપરાશકર્તાઓને જ લાભાન્વિત નથી કરતો, પરંતુ સમગ્રતામાં ઑનલાઇન વિશ્વને પણ લાભ પહોંચાડે છે. જ્યારે અમે અમારી સેવાઓને સુરક્ષિત રાખવા માટે તકનીકીની રચના કરીએ છીએ, ત્યારે અમને જે તકો મળી આવે છે તેને બધાના લાભ માટે વહેંચણી કરીએ છીએ. અને સમય જતાં જે ભયસ્થાનો બદલાતાં જાય છે, તેની સામે અમારા અનુકૂલનશીલ, દૂરંદેશી પગલાઓ અન્ય કંપનીઓ માટે અનુકરણીય માર્ગને મોકળો બનાવે છે.

સુરક્ષિત બ્રાઉઝિંગ માત્ર Chrome વપરાશકર્તાઓ કરતાં વધુ સંરક્ષિત કરે છે

અમે મૂળભૂત રીતે અમારી સુરક્ષિત બ્રાઉઝિંગ ટેકનોલોજીની રચના Chrome વપરાશકર્તાઓને જ્યારે તેઓ ભયજનક વેબસાઇટ્સની મુલાકાત લેવાનો પ્રયત્ન કરે છે ત્યારે માલવેર અને ફિશિંગ પ્રયાસોથી તેમને ચેતવીને તેમની રક્ષા કરવા માટે કરી છે. ઇન્ટરનેટને સૌના માટે સુરક્ષિત બનાવવા માટે, અમે આ તકનીકને Apple Safari, અને Mozilla Firefox સહિત અન્ય કંપનીઓ માટે તેમનાં બ્રાઉઝરમાં ઉપયોગ માટે મફત રાખી છે. આજે, અડધી દુનિયાની ઑનલાઇન વસ્તી સલામત બ્રાઉઝિંગ દ્વારા સંરક્ષિત છે.

અમે વેબસાઇટના માલિકોને પણ ચેતવીએ છીએ જ્યારે તેમની સાઇટ્સ સુરક્ષાની ત્રુટિઓ ધરાવે છે અને સમસ્યાના ઝડપી ઉકેલમાંં સહાય માટે તેમને વિના મૂલ્યે સાધનોનો પણ પ્રસ્તાવ કરીએ છીએ. જેમ જેમ અમે તેનો વિકાસ કરતાં રહીએ છીએ તેમ તેમ નવી સુરક્ષા તકનીકીને વહેંચવાનું ચાલુ રાખીને, અમે એવા ઇન્ટરનેટની રચના કરવામાં સહાય કરીએ છીએ જે સૌનાં માટે સુરક્ષિત હોય.

તમે જ્યારે ઇન્ટરનેટનો ઉપયોગ કરી રહ્યાં હો તે વખતે તમને સુરક્ષિત રાખવા માટે અમે HTTPS નો ઉપયોગ કરીએ છીએ

HTTPS એન્ક્રિપ્શન મારફત અમારી સેવાઓની સાથે જોડાવાથી તે જાસૂસી નજરો અને દૂષિત હેકરોથી તમારી રક્ષા કરશે અને એ સુનિશ્ચિત કરશે કે તમે માત્ર ત્યાં જ પહોંચો જ્યાં અને જેનાં સુધી તમે પહોંચવા માંગો છો. આ અતિરિક્ત સુરક્ષાને અપનાવવા માટે વેબસાઇટ્સને પ્રોત્સાહિત કરવા માટે, અમે HTTPS એન્ક્રિપ્શનને એવાંં સંકેતચિહ્નોમાંનું એક બનાવ્યું છે જેનો ઉપયોગ Google શોધ અલ્ગોરિધમ દ્વારા ત્યારે કરવામાં આવે છે જ્યારે અમારી શોધમાં રેન્કિંગ વેબસાઇટ્સ પરિણમિત થાય છે.

અમે સંવેદનશીલતાઓને ઉઘાડી પાડવા માટે સુરક્ષા પુરસ્કારોની રચના કરીએ છીએ

Google ખાતે અમે સુરક્ષા પુરસ્કાર કાર્યક્રમોની રચના કરી છે જે સ્વતંત્ર સંશોધકોને અમારી સેવાઓમાં સંવેદનશીલતાઓને શોધીને સુરક્ષા સુધારાઓ કરવા માટે ચુકવણી કરે છે. દર વર્ષે અમે સંશોધન અનુદાનો અને બગ બાઉન્ટીઝમાં લાખો ડૉલર્સના પારિતોષકો આપીએ છીએ. અમે હાલમાં ઘણાં બધાં Google ઉત્પાદનો માટે સુરક્ષા પુરસ્કાર કાર્યક્રમો ચલાવી રહ્યાં છીએ, જેમ કે Chrome અને Android.

અમે અમારા સુરક્ષા સાધનો ડેવલપર્સને ઉપલબ્ધ કરાવીએ છીએ

અમે અમારી સુરક્ષા તકનીકને શેર ત્યારે કરીએ છીએ જ્યારે અમને વિશ્વાસ બેસે કે તે અન્ય માટે મૂલ્ય પ્રદાન કરે છે. ઉદાહરણ તરીકે, અમે અમારા Google મેઘ સુરક્ષા સ્કેનરને વિકાસકર્તાઓને મુક્ત રીતે ઉપલબ્ધ કરાવ્યું છે જેથી તેઓ તેમની વેબ ઍપ્લિકેશનોને ઍપ્લિકેશન એન્જિનમાં સુરક્ષા સંવેદનશીલતાઓ માટે સ્કેન અને વિશ્લેષણ કરી શકે.

અમે અમારા અભ્યાસો વિશેના ડેટાને વધુ સુરક્ષિત ઇન્ટરનેટને પ્રોત્સાહન આપવા માટે શેર કરીએ છીએ

2010 થી Google એ પારદર્શિતા અહેવાલ પ્રકાશિત કર્યાં છે, જે કૉપિરાઇટ દૂર કરવા, વપરાશકર્તા વિશેની સરકારી વિનંતીઓ, અને સુરક્ષા પહેલો જેવી કે સુરક્ષિત બ્રાઉઝિંગ જેવી બાબતો પરની આંકડાકીય માહિતી દર્શાવે છે. અમે વેબસાઇટ્સ અને ઈમેઇલ માટે એન્ક્રિપ્શનના ઉદ્યોગો દ્વારા સ્વીકાર કરવામાં આવેલ ડેટાની વહેંચણી પણ કરીએ છીએ. આ અમે માત્ર અમારા વપરાશકર્તાઓ સાથે અમારી પ્રગતિની વહેંચણી કરવા માટે જ કરતાં નથી, પરંતુ બધા માટે વધુ સુરક્ષિત ઇન્ટરનેટમાં વધુ મજબૂત સુરક્ષા ધોરણોને અપનાવવા માટે અન્યોને પ્રોત્સાહિત કરવા માટે આમ કરીએ છીએ.