જાહેરાતો કેવી રીતે કામ કરે છે

અમે તમારી વ્યક્તિગત માહિતી કોઈને વેચતા નથી.

અમારો મોટાભાગનો વ્યવસાય, Google સેવાઓ અને વેબસાઇટ્સ બન્ને પર અને અમારી સાથે ભાગીદારીમાં હોય તેવી મોબાઇલ અ‍ૅપ્લિકેશનો પર જાહેરાતો બતાવવા પર આધારિત હોય છે. જાહેરાતો બધા માટે અમારી સેવાઓને વિના મૂલ્યે પૂરી પાડવામાં સહાય કરે છે. અમે તમને આ જાહેરાતો બતાવવા માટે ડેટાનો ઉપયોગ કરીએ છીએ, પરંતુ અમે તમારા નામ, ઇમેઇલ સરનામા અને ચુકવણી માહિતી જેવી વ્યક્તિગત માહિતીને વેચતા નથી.

અમે જાહેરાતોને સુસંગત બનાવવા માટે ડેટાનો ઉપયોગ કરીએ છીએ

અમે તમારા ઉપકરણ પરથી એકત્રિત કરવામાં આવેલ ડેટા, સહિત તમારી શોધો અને સ્થાન, વેબસાઇટ્સ અને તમે ઉપયોગ કરેલી અ‍ૅપ્લિકેશનો, વિડિઓઝ અને તમે જોયેલી જાહેરાતો અને તમે અમને પૂરી પાડેલી માહિતી જેમ કે તમારી વય શ્રેણી, લિંગ અને રસના વિષયોના ઉપયોગ વડે તમને ઉપયોગી જાહેરાતો બતાવવાનો પ્રયત્ન કરીએ છીએ.

જો તમે સાઇન ઇન કર્યું હોય અને તમારી જાહેરાતની સેટિંગ્સ પર આધાર રાખી રહ્યાં હો તો, આ ડેટા તમારા બધાં ઉપકરણો પર જે જાહેરાતો તમે જુઓ છો તેને જાણ કરશે. તેથી જો તમે કામ પરના તમારા કમ્પ્યુટર પર એક યાત્રા વેબસાઇટની મુલાકાત લો છો તો, કદાચ તમે તે રાત્રે તમારા મોબાઇલ પર પેરિસના હવાઇભાડા વિશેની જાહેરાતો જુઓ તેમ બની શકે છે.

જાહેરાતકર્તાઓ માત્ર એ જ જાહેરાતોની ચુકવણી કરે છે જેને લોકો જુએ છે અથવા ટૅપ કરે છે

જ્યારે જાહેરાતકર્તાઓ અમારી સાથે જાહેરાતોની ઝુંબેશ ચલાવે છે, તેઓ માત્ર એ જ આધારે અમને ચુકવણી કરે છે કે તે જાહેરાતોએ અસલમાં કેટલો સારો દેખાવ કર્યો છે - તમારી વ્યક્તિગત માહિતી પર ક્યારેય નહિં. તેમાં દરેક વખતે કોઇએ જાહેરાત જોઇ હોય કે તેનાં પર ટૅપ કર્યું હોય અથવા જાહેરાત જોઇ અને તેના પર કોઇ પગલું લીધું હોય તો, જેમ કે અ‍ૅપ્લિકેશન ડાઉનલોડ કરી હોય અથવા વિનંતી પત્રક ભર્યું હોય તો તેનો સમાવેશ થાય છે.

અમે જાહેરાતકર્તાઓને બતાવીએ છીએ કે કે તેમની ઝુંબેશે કેટલી સારી રીતે કામ કર્યું છે

અમે જાહેરાતકર્તાઓને તેમની જાહેરાતોના પ્રદર્શન વિશેનો ડેટા આપીએ છીએ, પરંતુ આ અમે તમારી વ્યક્તિગત માહિતી ખુલ્લી પાડ્યા વિના કરીએ છીએ. તમને જાહેરાત બતાવવાના દરેક બિંદુ પર, અમે તમારી વ્યક્તિગત માહિતીને સુરક્ષિત અને ગોપનીય રાખીએ છીએ.

Google સેવાઓ અને ભાગીદાર સાઇટ્સ પર જાહેરાતો કેવી રીતે કામ કરે છે

અમે તમારા માટે જરૂરી હોય તેવી જાહેરાતો બતાવવા માટે ડેટાનો ઉપયોગ કરીએ છીએ, પછી તે Google સેવાઓ પર હોય કે અન્ય વેબસાઇટ્સ અને મોબાઇલ અ‍ૅપ્લિકેશનો પર હોય જેઓ અમારી સાથે ભાગીદાર છે.

બ્રાઉઝર વિંડોમાં જુદાં જુદાં રંગોની બાઇક્સ

શોધ જાહેરાતો કેવી રીતે કામ કરે છે

જ્યારે તમે Google શોધનો ઉપયોગ કરો છો, સંલગ્ન શોધ પરિણામ પર કે બાજુમાં જાહેરાતો દેખાઇ શકે છે. મોટાભાગે, આ જાહેરાતો તમે હમણાં જ કરેલી શોધ અને સ્થાન દ્વારા સંકેત કરવામાં આવે છે. ઉદાહરણ તરીકે, જો તમે "bikes" માટે શોધ કરી રહ્યાં હો તો, તમારી નજીકમાં વેચાણ માટેની સાયકલની જાહેરાત તમે કદાચ જુઓ તેમ બની શકે છે.

અન્ય કિસ્સાઓમાં, અમે અતિરિક્ત ડેટાનો ઉપયોગ કરીએ છીએ જેમ કે તમારી ભૂતકાળની શોધો અથવા વધુ ઉપયોગી જાહેરાતો આપવામાં સહાય માટે તમે મુલાકાત કરેલી સાઇટ્સ. કેમ કે તમે પહેલાં જ “bikes,” માટે શોધ કરી લીધી હોવાથી, હવે જો તમે “vacations,” માટે શોધ ચલાવો છો તો, તમે વેકેશન પર હો તે દરમિયાન બાઇકિંગ પર જવા માટેના સ્થળો વિશેની શોધ જાહેરાતો જુઓ તેમ બની શકે છે.

Gmail માં Google જાહેરાતો પીળા રંગમાં હાઇલાઇટ કરેલ છે

YouTube જાહેરાતો કેવી રીતે કામ કરે છે

જ્યારે તમે YouTube પર વિડિઓઝ જુઓ છો, તમે પહેલાં જાહેરાતો જુઓ અથવા વિડિઓ પૃષ્ઠ પર જાહેરાતો જુઓ તેમ બની શકે છે. આ જાહેરાતો એ વિડિઓઝ પર આધારિત છે જેને તમે જોયા છે અને અન્ય ડેટા જેવાં કે તમારી હાલની અને હમણાની YouTube શોધો.

ઉદાહરણ તરીકે, જો તમે “fashion tips” માટે શોધ ચલાવો છો અથવા સૌંદર્ય સંબંધિત વિડિઓઝ જુઓ છો, તો તમને એક નવી સૌંદર્ય શ્રેણી માટેની જાહેરાત દેખાય તેમ બની શકે છે. આ જાહેરાતો તમે જુઓ છો તે વિડિઓઝના સર્જકોને સમર્થિત કરવામાં સહાયરૂપ થઈ શકે છે.

જો તમે જોવા ઇચ્છતા ન હોવ, તો તમે તેવી ઘણી YouTube જાહેરાતો છોડી શકો છો.

ખુશ મહિલાઓના YouTube વિડિઓ ટ્રેન્ડી ચશ્માઓ માટે પૉપ-અપ જાહેરાતો ધરાવે છે

Gmail જાહેરાતો કેવી રીતે કામ કરે છે

Gmailમાં તમે જે જાહેરાતો જુઓ છો તે તમારા Google એકાઉન્ટ સાથે સંકળાયેલ ડેટા પર આધારિત છે. ઉદાહરણ તરીકે, YouTube અથવા શોધ જેવી અન્ય Google સેવાઓમાંની તમારી પ્રવૃત્તિ તમે Gmailમાં દેખાતા જાહેરાતોનાં પ્રકારોને અસર કરી શકે છે. Google તમને જાહેરાતો બતાવવા માટે તમારા ઈનબોક્સમાં કીવર્ડ અથવા સંદેશાનો ઉપયોગ કરતું નથી. તમને જાહેરાતો બતાવવા માટે કોઈ તમારું ઇમેઇલ વાંચતું નથી.

પ્રોફાઇલ ફોટો સાથેના બ્રાઉઝર સ્ટાઇલિશ ગ્રીન બૅગ માટેની જાહેરાત ધરાવે છે

Googleની ભાગીદાર સાઇટ્સ પર જાહેરાતો કેવી રીતે કામ કરે છે

જાહેરાતો બતાવવા માટે ઘણી વેબસાઇટ્સ અને મોબાઇલ અ‍ૅપ્લિકેશનો અમારી સાથે ભાગીદારી કરે છે. આ જાહેરાતકર્તાઓ દર્શકોના એ "પ્રકારો"ને આપવામાં આવેલ જાહેરાતો અમારા વપરાશકર્તાઓએ અમારી સાથે વહેંચણી કરેલ વ્યક્તિગત માહિતીને અને અમે એકત્રિત કરેલ તમારી ઑનલાઇન પ્રવૃત્તિઓ આધારે બતાવવાનું નક્કી કરે છે; ઉદાહરણ તરીકે, "25 – 34 વર્ષની વયના પુરુષો કે જેઓ પર્યટનમાં રસ ધરાવતાં હોય."

અમે તમને તમે અગાઉ મુલાકાત લીધી હોય તેવી સાઇટ્સના આધારે પણ જાહેરાતો બતાવી શકીએ છીએ - ઉદાહરણ તરીકે, તમે કદાચ લાલ જૂતાં માટેની જાહેરાત જુઓ જે તમે તમારા ઑનલાઇન શૉપિંગ કાર્ટમાં ઉમેર્યાં હોય પરંતુ તેને ન ખરીદવાનું નક્કી કર્યું હોય. પરંતુ અમે આ બધું કોઇપણ વ્યક્તિગત માહિતી ખુલ્લી પાડ્યા વિના જેમ કે તમારૂં નામ, ઇમેઇલ સરનામુંં અથવા બિલિંગ માહિતી વિના જ કરીએ છીએ.

તમારા Google જાહેરાતોના અનુભવનું નિયંત્રણ કરો

તમે સાઇન ઇન થયા હો કે સાઇન આઉટ થયા હો, અમે તમને આ પ્રકારની જાહેરાતોને નિયંત્રિત કરવા માટેના સાધનો પૂરાં પાડીએ છીએ.

જાહેરાત સેટિંગ્સ સાથેનું ટેબ્લેટ અને સનગ્લાસિસ માટેની જાહેરાત

તમારી પસંદગીના આધારે જાહેરાતોને નિયંત્રિત કરવી

તમારી જાહેરાત સેટિંગ્સમાં, તમને કયા વિષયમાં રુચિ છે તેનાં આધારે જાહેરાતને નિયંત્રણમાં રાખી શકો છો. દાખલા તરીકે, જો તમે જાહેરાતોની વૈયક્તિકરણ સેટિંગ્સનો ઉપયોગ Google ને એ જણાવવા માટે કરો છો કે તમે પૉપ સંગીત પસંદ કરો છો તો, જ્યારે તમે YouTube પર સાઇન ઇન કરેલ હોય ત્યારે તમને કદાચ આગામી રીલિઝેસ અને તમારી નજીકના શોઝ માટેની જાહેરાતો દેખાશે.

જ્યારે તમે સાઇન ઇન હોવ તે વખતે જો તમે જાહેરાતોના વૈયક્તિકરણને બંધ કરો છો તો, સમગ્ર Google સેવાઓ તેમજ અમારી સાથે ભાગીદાર કરેલ હોય એ વેબસાઇટ્સ અને ઍપ્લિકેશનો પર અમે તમારી રુચિઓથી સંબંધિત જાહેરાતોને બતાવવાનું બંધ કરી દઈશું. જો તમે સાઇન આઉટ થઓ છો, તો જાહેરાતોના વૈયક્તિકરણને બંધ કરવું માત્ર એ Google સેવાઓને પ્રભાવિત કરશે જ્યાં જાહેરાતો બતાવવામાં આવે છે.

ટોચ પર મ્યૂટ કરો બટન સાથે લીલા રંગની કાર માટેની એક Google જાહેરાત

તમે જેને જોવા ન માંગતા હો તેવી જાહેરાતોને દૂર કરવી

અમે તમને અમે અમારી ભાગીદાર વેબસાઇટ્સ અને અ‍ૅપ્લિકેશનો પર બતાવીએ છીએ તેવી આમાંની ઘણી જાહેરાતો પર આ જાહેરાતને મ્યૂટ કરોની ક્ષમતા પૂરી પાડીએ છીએ. જાહેરાતની ખૂણામાં રહેલ “X” પસંદ કરીને, તમે તમને સંબંધિત ન જણાતી હોય તેવી જાહેરાતોને દૂર કરી શકો છો.

ઉદાહરણ તરીકે, કારની જાહેરાતો જ્યારે તમે નવી કાર ખરીદવા માટે બજારમાં હોવ ત્યારે સહાયરૂપ થઈ શકે છે, પરંતુ એકવાર તમે ખુશી-ખુશી તમારા નવા વાહનની સવારી કરો છો, તે પછી તમે હમણાં જ ખરીદેલી કાર માટેની વધુ જાહેરાતોને તમે સંભવિત રૂપે Google પરથી જોવા ન માગો.

જો તમે સાઇન ઇન થયા હશો અને તમારી જાહેરાત સેટિંગ્સ પર આધાર રાખી રહ્યાં હશો તો, આ નિયંત્રણ તમારા સમગ્ર સાઇન-ઇન ઉપકરણો પરની અમારી ભાગીદાર હોય તેવી વેબસાઇટ અને અ‍ૅપ્લિકેશનોને પ્રભાવિત કરશે.

You can also block ads while signed-in by using Block This Advertiser on Google services that show ads.

ટોચ પર જમણી બાજુએ એક માહિતી બટન સાથે સનગ્લાસિસ માટેની એક જાહેરાત

તમને જાહેરાતો બતાવવા માટે અમે ક્યા ડેટાનો ઉપયોગ કરીએ છીએ તે જાણો

અમે તમને જાહેરાત બતાવવામાં ઉપયોગમાં લેવાતા ડેટાને વધુ સારી રીતે સમજવામાં સહાય કરવા માંગીએ છીએ. આ જાહેરાત શા માટે બતાવવામાં આવી છે જે તમને શા માટે આ જાહેરાત જોઇ રહ્યા છો તેનો જવાબ આપી શકશે. ઉદાહરણ તરીકે, તમે એક ડ્રેસ માટેની જાહેરાત જોઇ રહ્યાં છો કેમકે તમે ફેશન વેબસાઇટ્સની મુલાકાત લીધી હતી. અથવા તમે એક રેસ્ટોરેન્ટની જાહેરાત જોઇ રહ્યાં હો તો, તમે જાણી શકશો કે તેનું કારણ તમારૂં સ્થળ છે. આ પ્રકારનો ડેટા અમને એ વસ્તુઓ વિશે તમને જાહેરાતો બતાવવામાં સહાય કરે છે જે તમારા માટે ઉપયોગી હોઈ શકે છે. પરંતુ યાદ રહે, અમે ક્યારેય આ ડેટાને જાહેરાતકર્તાઓ સાથે શેર કરતા નથી.